Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુરતના ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાની જમીન અરજી ના મંજુર:હવે હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે

સુરતઃ સુરતના વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા માટે કોર્ટમાં ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરવા સબબ જેની સામે કેસ નોંધાયો હતો અને જે છેલ્લા 20 દિવસથી લાજપોર જેલમાં કેદ છે તે સુરતના ઉદ્યોગપતિ વસંતભાઈ  ગજેરાના જામીન સેશન્સ કોર્ટે ના મંજૂર કર્યા છે. હવે જામીન મેળવવાના મામલે હાઇકોર્ટના દ્વાર ખટખટાવાશે

    અગ્રણી ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા સામે હાઈકોર્ટના આદેશ બાદ ઉમરા પોલીસ મથકમાં 27 દિવસ પૂર્વે ગુનો નોંધાયો હતો. જેમાં તેણે વેસુની એક જમીન પોતાની માલિકીની હોવા છતાં પોતે માલિક છે તેવું સાબિત કરવા માટે કોર્ટમાં ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરી છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે.

   ઉમરા પોલીસે તેની ધરપકડ કરી સાત દિવસનાં રિમાન્ડ મેળવ્યાં હતાં. તા. 27મી માર્ચે રિમાન્ડ પૂરાં થતાં તેને કોર્ટ કસ્ટડી એટલે કે લાજપોર જેલમાં ધકેલી દેવાયો હતો. ત્યારથી વસંત ગજેરાએ સુરતની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ચારેક તારીખ પડ્યા બાદ આખર સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કર્યો હતો. જેમાં મહત્ત્વનાં ત્રણ કારણોની નોંધ લેવામાં આવી છે એક તો ખોટા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા તે, બીજું સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ પર વાત કરી તે અને ત્રીજું જો તેને જામીન આપવામાં આવે તો તે સાક્ષીઓને ફોડી નાખે તેવી પૂરી શક્યતા છે. કારણોસર જામીન અરજી ના મંજૂર થતાં હવે જામીન મેળવવા હાઇકોર્ટનું શરણું ગ્રહણ કરશે.

(11:11 pm IST)