Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

આકરો ઉનાળો યથાવતઃ સૌથી વધુ ગરમી કંડલા અેરપોર્ટ ઉપર ૪૨.૬ ડીગ્રી

અમદાવાદઃ રાજ્યમાં હવે ખરેખર ઉનાળો શરૂ થયો કહેવાય. ગરમ પવનો ફૂંકાવાને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. રાજ્યમાં સૌથી ગરમ શહેર કંડલા એરપોર્ટ પર 42.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઈડરનું 42.2 ડિગ્રી, ગાંધીનગરનું 42 ડિગ્રી, અમદાવાદ, સુરત, અમરેલીનું 41.4 ડિગ્રી, વડોદરાનું 40.9 ડિગ્રી, ભાવનગરનું 40.3 ડિગ્રી, રાજકોટનું 40.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.

આવનારા દિવસો મહત્તમ તાપમાનમાં હજી વધારો થશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જેથી ગરમીમાં કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ હવામાન ખાતા દ્વારા વારંવાર આપવામાં આવી છે. ગરમીને કારણે રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બેભાન થવાના, ચક્કર આવવાના તેમ જ હાર્ટસંબંધી રોગોના હુમલાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે.

(7:58 pm IST)