Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કડીમાં ખોટા વહેમમાં યુવકની ઢોર માર મારીની કરપીણ હત્યા

કડી: તાલુકાના સુરજ ગામે યુવતીને ખોટી ચિઠ્ઠીઓ લખવાનો વ્હેમ રાખી ફુલેત્રાના યુવકની લાકડી, ધોકાથી ઢોર માર મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. આ મામલે ચાર વ્યક્તિ  સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. કડીના ફુલેત્રાનો ૨૪ વર્ષીય પ્રકાશજી ભુપતજી ઠાકોર સુરજ ખાતે મામાના ઘરે રહેતો હતો. તેના લગ્ન ૨૦ એપ્રિલ નક્કી કરેલા હોઈ તે અને સુરજના નટુજી વિહાજી ઠાકોર બુધવારે બાઈક પર કંકોતરી વહેંચવા નીકળ્યા હતા ત્યારે ગામના કાળાજી ભોપાજી ઠાકોર, જીલાજી ચતુરજી ઠાકોર, ભોપાજી ઠાકોરે સહિત ચાર વ્યક્તિઓએ તેમને રોકી ગામની યુવતીને ખોટી ચીઠ્ઠી લખવાનો આરોપીઓએ વહેમ રાખી ધોકા, લાકડીથી પ્રકાશજી ઠાકોર પર હૂમલો કરી ઢોર માર માર્યો હતો ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્તને કડી ખાતે સારવાર અર્થે ખસેડાયો તો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. આ મામલે નટુજી વિહાજી ઠાકોરે ચારેય આરોપી સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

(4:43 pm IST)