Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

૩ર કરોડના બીટકોઇન મામલો ફરારી પી.આઇ. અનંત પટેલની ધરપકડ

અમદાવાદ સીટી ક્રાઇમમાં સીઆઇડીની પૂછપરછ ચાલુ

રાજકોટ, તા., ૧૯: સુરતના વિવાદાસ્પદ બીલ્ડર શૈલેષ ભટ્ટનું ગેરકાયદે અપહરણ કરી ગાંધીનગર નજીક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી તેની પાસેથી ૩ર કરોડના બીટકોઇન ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી મામલામાં હાલ ફરાર એવા અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર અનંત પટેલની ગાંધીનગર નજીકના અડાલજ પાસેથી અમદાવાદ સીટી ક્રાઇમે ધરપકડ કર્યાનું ટોચના સુત્રો જણાવે છે.

અત્રે એ યાદ રહે કે પોલીસ ઇન્સ્પેકટર અનંત પટેલ આ ઘટના બાદ પોતાનું સરકારી કવાર્ટર ખુલ્લુ મુકી સરકારી રીવોલ્વર સાથે નાસી છુટયા હતા. તેઓ થોડા સમય અગાઉ ધારીના જંંગલ વિસ્તારમાં પણ દેખાયાની માહીતી મળી હતી. સીઆઇડી ક્રાઇમની ટીમના વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં દરોડો પાડયો ત્યારે અનંત પટેલે મળ્યા નહી પરંતુ તેમની બ્લેક સફારી કાર રેઢી મળી આવી હતી.

આ લખાય છે ત્યારે અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાંચ સીટી ક્રાઇમ અને સીઆઇડી ક્રાઇમ વિવિધ ટીમો સંયુકત રીતે પુછપરછ કરી પ્રાથમીક પુછપરછ બાદ તેઓને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના હેડ કવાર્ટરે લઇ જવાશે. (૪.૧૯)

(4:05 pm IST)