Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

મહિલા આયોગના અધ્યક્ષા સુરતમાં ;પોલીસ કમિશનર સાથે મિટિંગ: તમામ જાણકારી મેળવી : બાળકીના હત્યારાને તાકીદે પકડવા સૂચન

મહિલા આયોગ સરકાર સમક્ષ પણ આ મુદ્દે ગંભીરતાથી રજૂઆત કરશે

 

સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 12 દિવસ પૂર્વે મળી આવેલી 11 વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશના ગુનાનો ભેદ ઉકેલવા સુરત પોલીસ પ્રયાસ કરી રહી છે ત્યારે મહિલા આયોગના અધ્યક્ષાએ પોલીસ કમિશનર સાથે મેરેથોન મીટિંગ કરી કેસને લગતી તમામ માહિતી જાણી હતી. પોલીસની કાામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને બાળકીના હત્યારાને તાત્કાલિક અસરથી પકડી પાડવાનું સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

   મહિલા આયોગના ચેરમેન લીલાબહેન આંકોલિયા અને તેમના આયોગના એક પ્રતિનિધિએ પોલીસ કમિશરન સતીશ શર્મા સાથે બેઠક યોજી હતી. બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. મહિલા આયોગની ટીમે અત્યાર સુધીની પોલીસની કામગીરીનો અભ્યાસ કર્યો હતો.
  
ઘટનાને કંલિકત ગણાવી લીલાબહેને કહ્યું હતું કે બાળકીના હત્યારાને તાત્કાલિક પકડી પાડવાનું સૂચન પોલીસને કરવામાં આવ્યું છે. ઉપરાંત મહિલા આયોગ સરકાર સમક્ષ પણ મુદ્દે ગંભીરતાથી રજૂઆત કરશે. મહિલા આયોગના અધ્યક્ષાએ કબૂલ્યું કે અન્ય કામમાં વ્યસ્ત હોવાના કારણે અને પોતે બહાર હોવાથી સુરતની ઘટનામાં આવવાનું થોડું મોડું થયું છે.

(12:09 am IST)