Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કોમનવેલ્થમાં ગોલ્ડ મેળવનાર હરમીતનું સુરતના ભવ્ય સ્વાગત :કાલે રાજ્ય સરકાર કરશે સન્માનિત

-હરમીતના ચાહકો મોટીસંખ્યામાં ઉમટયા ;એરપોર્ટથી ઘર સુધી રોડ શો યોજાયો

સુરતઃ કોમન વેલ્થમાં ગોલ્ડ મેળવનાર હરમિતનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયું હતું કાલે રાજ્ય સરકાર દ્વારા ઈનામ આપીને સન્માન કરવામાં આવશે.કાલે મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે અંદાજે 33 લાખનું ઈનામ આપીને સન્માનિત કરાશે
   કોમનવેલ્થમાં ગુજરાતનું ગૌરવ વધારનારા સુરતનો હરમિત પરત ફરતાં એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરમિતના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા હરમિતના ચાહકોએ તેને વધાવી લીધો હતો. એરપોર્ટથી લઈને તેના ઘર સુધી રોડ શૉ યોજવામાં આવ્યો હતો.
   
પ્રસંગે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવનારા હરમિતે કહ્યું કે- ગોલ્ડ મેડલ મેળવવાનું નાનપણથી સ્વપ્ન હતું અને તેના માટે 20 વર્ષથી મહેનત કરતો હતો. માતા-પિતા અને લોકોના આશિર્વાદના કારણે સ્વપ્ન પૂર્ણ થયું છે. તો બીજીતરફ હરમિતને વધાવવા ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

(11:57 pm IST)