Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

બે દિવસ પછી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે: ફરી માંવઠાની આગાહી

હવામાન ખાતા દ્વારા ૨૨ અને ૨૩ ના રોજ એટલે કે બે દિવસ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વધુ એક માવઠાની આગાહી કરી છે. તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ કહે છે કે આ મહિનો આખો ખેડૂતો માટે આફતરૂપ: ૨૧-૨૨મીએ હજુ પણ કેટલાક વિસ્તારમાં માવઠું થવાનો સંભવ છે. રાજ્યમાં ૨૬,૨૭,૨૮ માર્ચે ફરી માવઠું થઈ શકે છે.

આજે પણ હવામાન તંત્ર દ્વારા ૨૩ જિલ્લામાં વરસાદની આગાહી ચાલુ છે

જ્યારે હવામાન ખાતાએ આજે પણ પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી પંચમહાલ અમદાવાદ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ દાદરા નગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ જામનગર અમરેલી ભાવનગર અને કચ્છ સહિત ૨૩ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

 

દરમિયાન આજે બપોરે સવા વાગ્યા આસપાસની ઇન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ઉપર છુટા છવાયા સ્થળો સિવાય મહદઅંશે વાદળાઓ દૂર થયેલા નજરે પડે છે..

(2:42 pm IST)