Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અમદાવાદના નિકોલમાં પ્લાસ્ટિક ફેકટરીના માલિક પાસે 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની ધરપકડ

પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપીને દાદાગીરી કરતા હતા: ફેકટરીના માલિકે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો

અમદાવાદના નિકોલમાં પ્લાસ્ટિકની ફેકટરીના માલિક પાસેથી રૂપિયા 5 લાખની ઉઘરાણી કરતા 2 નકલી પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. પત્રકાર બનીને વેપારીને કારખાનું બંધ કરવાની ધમકી આપીને દાદાગીરી કરતા હતા. ફેકટરીના માલિકે પોલીસ ફરિયાદ કરતા નકલી પત્રકારોનો ભાંડો ફૂટ્યો છે.

 જાણવા મળતી વિગત મુજબ અંકિત જોતંગિયા જે ખુદને પત્રકાર તરીકેની ઓળખ આપીને તોડ કરવા પહોંચ્યા હતા.પરંતુ ફેકટરી માલિકે પોલીસને જાણ કરતા તેમનો ભાંડો ફૂટ્યો છે

 . કઠવાડા GIDC માં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં જૈમીન પ્લાસ્ટિકના કારખાનામાં રૂ 5 લાખનું તોડ કરવા માટે આરોપીઓ આવ્યા હતા. જેમાં આરોપી કેતન વાણંદ પોતે કભી કભી ન્યૂઝના તંત્રી અને એડિટર બન્યો છે.

(11:41 pm IST)