Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

વહેલી સવારે વડોદરાના ઓલ્ડ પાદરા રોડ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવકનું કમકમાટીભર્યું મોત

વડોદરા: નાઇટ ડયૂટિ  પૂરી કરીને પરત ઘરે આવતા યુવકની બાઇકની અડફેટે વૃદ્ધા આવી જતા બંનેને ગંભીર ઇજા થઇ હતી.બંને ઇજાગ્રસ્તના સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાસણા રોડ સ્પ્રિંગ બ્લોસમ સોસાયટીમાં રહેતો રાઘવ સુબોધભાઇ શેરસિગર ઉ.વ.૨૫ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.આજે સવારે નાઇટ ડયૂટિ પૂરી કરીને તે બાઇક પર ઘરે આવતો હતો.સવારે પોણા વાગ્યે ઓલ્ડ પાદરા રોડ પર એક્સિસ બેન્કની સામે રોડ ઓળંગતા વૃદ્ધાને તેણે અડફેટે લેતા બંનેેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.વહેલી સવારે થયેલા અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.અને  પોલીસને જાણ કરવામાં આવી હતી.બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવે તે પહેલા તેઓના મોત નિપજ્યા હતા.

રોડ ઓળંગતા વૃદ્ધાનું નામ મંજુલાબેન ભીખાભાઇ પટેલ (રહે.છગનલાલની ચાલ,એલેમ્બિક રોડ) હોવાનું તપાસ દરમિયાન જાણવા મળતા તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી.મંજુલાબેન છેલ્લા બે દિવસથી ઓલ્ડ પાદરા રોડની પિતાંબર સોસાયટીમાં  સંબંધીના ઘરે રહેવા માટે આવ્યા હતા.અને વહેલી સવારે તેઓ દૂધ લેવા માટે ચાલતા નીકળ્યા હતા.તે સમયે રોડ ઓળંગતા સમયે બાઇક ચાલકે ટક્કર મારતા તેઓનું સ્થળ  પર જ મોત થયું હતું.મંજુલાબેનના પુત્રની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(7:40 pm IST)