Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ધોરણ-10 વિજ્ઞાનના પેપરમાં વિદ્યાર્થીઓને બે દિવસની રજા : વધુ માર્ક્સ લાવવા શું કરવું : વાંચો અગ્રણી શિક્ષકની ટિપ્સ

આખી પરીક્ષાના પ્લાનિંગમાં કેટલાં વિષયો આગળ કેટલી રજા છે તે પણ સમજીને તૈયારી કરવામાં આવે તો ઓવરઓલ ટકાવારીમાં પાંચ ટકા જેટલો ફર્ક પડી શકે

અમદાવાદ : ધોરણ-10માનું વિજ્ઞાનનું પેપર સોમવારે 20મી તારીખએ લેવાશે, આ પેપર માટે મોટા ભાગના વિદ્યાર્થીઓને શનિ અને રવિની બે દિવસની રજા મળી છે. જો વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરતો હોય અને તેને બે દિવસ વાંચવા માટે મળે તો તેના માટે આ વિષયમાં વધુ સારા માર્ક્સ લાવવાની તક છે.

જે વિદ્યાર્થીઓ મધ્યમ પ્રકારના કે વધુ નબળા છે તેમણે તો અપેક્ષિતમાં આપેલા અગત્યના પ્રશ્નોને મહત્ત્વ આપવું જોઈએ. મોટા ભાગે મધ્યમ ક્રમના બાળકો સરળતાથી અપેક્ષિતની મદદથી 70થી 80 ટકા માર્ક્સ સ્કોર કરી લેતા જોવા મળે છે.

જેઓ ઉત્તમની કેટેગરીમાં છે તેમણે સારી શાળાના અઘરા પ્રશ્નપત્રો પર ધ્યાન આપવું જોઈએ. જે વિદ્યાર્થીઓ મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવા માંગે છે તેમના માટે એ પણ જરૂરી છે કે તે ટાઈમિંગ સાથે દરેક પ્રશ્નને કેટલું મહત્ત્વ આપવું જોઈએ તે પણ સમજી લે.

આખી પરીક્ષાના પ્લાનિંગમાં કેટલાં વિષયો આગળ કેટલી રજા છે તે પણ સમજીને તૈયારી કરવામાં આવે તો ઓવરઓલ ટકાવારીમાં પાંચ ટકા જેટલો ફર્ક પડી શકે છે.

આવા સમયે ઓબ્જેક્ટિવ પર પણ સારી પક્કડ કેળવી શકાય છે.

(7:15 pm IST)