Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ભરૂચના જંબુસર ખાતે યોજાયેલ મસાણી માતાજીના લોકડાયરામાં ચલણી નોટો સાથે ડોલરનો વરસાદઃ સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

આજુબાજુના ગ્રામજનો દ્વારા મસાણી માતાજીના મંદિરે છેલ્લા પાંચ વર્ષથી લીલુડા માંડવાનું આયોજન

ભરૂચઃ સોશિયલ મીડિયામાં ડાયરા કે ભજનમાં ગુજરાતી કલાકારો પર રૂપિયા અને હવે તો ડોલરનો વરસાદ થવા લાગ્યા છે. ત્યારે ભરૂચ જંબુસરના ભાણખેતર ગામમાં આવેલ મસાણી માતાના મંદિર ખાતે યોજાયેલ લોક ડાયરામાં ડોલરની વર્ષા થઈ હતી. માતાજીના મંદિરે લીલુડો માંડવા કાર્યક્રમમાં ભાવિક ભક્તોએ ભારતીય ચલણી નોટ સાથે ડોલર પણ ઉડાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મસાણી માતાજીના મંદિરે છેલ્લા પાંચ વર્ષથી ભાણખેતર અને અન્ય ગામોના લોકોના કલ્યાણ માટે મસાણી માતાના લીલુડા માંડવાનું આયોજન કરાયું હતું. માંડવાના આ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ ઉડાવેલા રૂપિયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે. લોકડાયરામાં કલાવૃંદ દ્વારા રમઝટ બોલાવાઈ હતી. કાર્યક્રમમાં ન માત્ર ભક્તો પરંતુ માતાજીના ભુવાઓ પણ હાજર રહ્યા હતા અને દૂરદૂરથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવ્યા હતા.મસાણી માતાજીના લીલુડો માંડવાના કાર્યક્રમ દરમિયાન વિવિધ વિધીઓ અને ધાર્મિક કાર્યો થઈ રહ્યા હતા ત્યારે નાણાંનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં ડોલર પણ ઉડાવવામાં આવ્યા હતા. છેલ્લા પાંચેક વર્ષથી માંડવાનો યોજાતો આ કાર્યક્રમ દર વર્ષે 16 અને 17 માર્ચ સુધીમાં આયોજીત કરવામાં આવતો હોય છે.મહત્વનું છે કે, સામાન્યતઃ આપણે જોતા હોઈએ છીએ કે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી હવે વિરેશી કરેન્સી પણ લોકો ઉડાવતા થયા છે. 

(5:58 pm IST)