Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

દિલ્‍હીમાં પંચાયત પરિષદની બેઠકઃ ગુજરાતની પંચાયતોના પ્રમુખો ભાગ લેશે

રાજકોટ તા.૧૮: પ્રધામંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના આત્‍મનિર્ભર ભારતની વિચારધારા વધુ મજબુત બનાવવાના ધ્‍યેય સાથે તા.૨૦ અને ૨૧ના રોજ ગુજરાત પંચાયત પરિષદના હોદેદારો અને તમામ જિલ્‍લા પંચાયતના પ્રમુખો દિલ્‍હી ખાતે બે દિવસીય માર્ગદર્શન પ્રવાસે જશે દિલ્‍હી ખાતે અખિલ ભારતીય પંચાયત પરિષદની અને સાથો સાથ દિલ્‍હી ખાતે સંસદ ભવનની મુલાકાત પણ કરશે અને પંચાયતીરાજ લગત ઉપયોગી માર્ગદર્શન મેળવશે

મુલાકાત દરિમયાન દિલ્‍હી ખાતે પંચાયત પરિષદના પ્રમુખ અને ખેડા જિલ્‍લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્‍લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર વલસાડ જિલ્‍લા પંચાયતના પ્રમુખ અલ્‍કાબેન એચ.શેઠ, જી.પી.પી.પી.ના સેક્રેટરી ભરતભાઇ ગાજીપરા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પિયુષાબેન એલ.વસાવા, સુરત પ્રમુખ ભાવેશભાઇ એન.પટેલ, પાટણના પ્રમુખ ભાનુમતીબેન વી.મકવાણા, જામનગરના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, પંચમહાલના પ્રમુખ કામીનીબેન જી.સોલંકી, નવસારીના ભીખુભાઇ આહીર, બોટાદના ઘનશ્‍યામભાઇ વિરાણી, દાહોદ જિલ્લા પંચાયતના શીતલબેન બી. વાઘેલા, વડોદરાના પ્રમુખ અશોકભાઇ પટેલ, ગાંધીનગરના પ્રમુખ દિલીપભાઇ પટેલ, ભરૂચના પ્રમુખ અલ્‍પાબેન કે.પટેલ, તાપીના સુરજભાઇ વસાવા, ડાંગના મંગલભાઇ પટેલ, છોટા ઉદેપુરના મલકાબેન પટેલ, અમરેલીના પ્રમુખ રેખાબેન જે મોવલીયા, જુનાગઢના શાન્‍તાબેન ખટારીયા, ગીરસોમનાથના રામીબેન બી. વાજા, મહીસાગરના રમીલાબેન કે.ડામોર સહિતના જિલ્‍લા પંચાયતોના પ્રમુખો ઉપસ્‍થિત રહેશે તેમ ભુપતભાઇ બોદર જણાવેલ છે.

(3:26 pm IST)