Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પાટણના સંડેરમાં બનશે ખોડલધામઃ ખેડૂતો-દાતાનું નરેશભાઇના હસ્‍તે સન્‍માન

રાજયના ચાર ઝોનમાં માં ખોડલના મંદિર નિર્માણ પામશેઃ નરેશભાઇ પટેલ

પાટણ, તા.૧૮: ઉ.ગુજરાતના પાટણ જીલ્લાના સંડેર ગામમાં નિર્માણ પામનાર ખોડલધામ મંદિરનો ભૂમિ અધિગ્રહણ સમારોહ યોજાયો હતો. મંદિર નિર્માણ અર્થે નજીવી કિંમતે ૧૬ વીઘા જમીન દાન કરનાર ૭ ખેડૂતો તથા ૧ કરોડનું દાન આપનાર સ્‍નેહલ પટેલ (સંડેરવાળા)નું ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઇ પટેલ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.

આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્‍ટના ચાર નવા ટ્રસ્‍ટીઓ પાટણના ધારાસભ્‍ય ડો.કીરીટ પટેલ, સંડેરના સ્‍નેહલ પટેલ, મકતપુરના ભરત પટેલ તથા જુના માકાના એન.પી.પટેલનું પણ સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ.

આ પ્રસંગે નરેશભાઇ પટેલે જણાવેલ કે, ખોડલધામ મંદિરની સાથે દરેક સમાજ માટે શિક્ષા અને સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ ઉપલબ્‍ધ થશે. ગુજરાતના ચારેય ઝોનમાં અલગ-અલગ ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. પાટણ જીલ્લા ખોડલધામ સમિતિના હાર્દિક પટેલ તથા મહેન્‍દ્ર પટેલને પણ ઉદ્‌બોધન કર્યુ હતુ.(

 

 

(3:26 pm IST)