Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

૧૦ હજાર કરોડના અંદાજથી શરૂ થયેલ સૌની યોજનાનો ખર્ચ ૧૮ હજાર કરોડથી વધી ગયો

સૌરાષ્‍ટ્રના ૧૧૫ ડેમો ભરવા માટે ૧૩૭૧ કિ.મી. પાઇપ લાઇનની મંજૂરી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮ : સૌની યોજના અન્‍વયે પાઇપલાઇનની કામગીરી અંગે કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડિયાના પ્રશ્નના ઉત્તરમાં જળસંપતિ મંત્રી મુકેશભાઇ પટેલએ જણાવ્‍યું હતું કે, નર્મદાના પાણીથી સૌરાષ્‍ટ્રના જળાશયો આ યોજના અન્‍વયે પાણીથી ભરવા ૧૩૭૧ કિ.મી. પાઇપલાઇન માટે મંજુરી આપવામાં આવી છે.

આ યોજનાની ૧૧૫ જળાશયોના મૂળભૂત આયોજન સિવાયની સૌની યોજનાની આનુસંગિક અંગભૂત કામગીરી હાથ ધરવા માટે ફીડર લાઇન તથા એકસ્‍ટેશન લાઇનને જુન, ઓગષ્‍ટ, સપ્‍ટેમ્‍બર ૨૦૨૦માં અલગથી રૂા. ૪૧૦ કરોડની વહીવટી મંજુરી આપવામાં આવી છે.

આ યોજના પાછળ તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ રૂા. ૧૬,૭૨૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. કુલ ૧૨૯૮ કિ.મી. પાઇપલાઇન નાંખવામાં આવી છે અને ૭૩ કિ.મી. પાઇપલાઇન સ્‍થળ પરના ખેડૂત ખાતેદારોના આર.ઓ.યુના વિવિધ પ્રશ્નો, વિવિધ ક્રોસિંગ રેલવે હાઇવેની જરૂરી મંજુરી આપવામાં આવી છે.

આ યોજનાની સૈધ્‍ધાંતિક મંજુરી ફેબ્રુઆરી ૨૦૧૩માં આપી અને રૂા. ૧૦,૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી અને વહીવટી મંજુરી એપ્રિલ ૨૦૧૩માં આવી ત્‍યારે રૂા. ૧૦,૮૬૧ કરોડની જોગવાઇ કરવામાં આવી ત્‍યારબાદ સુધારેલી વહીવટી મંજુરી આપી ૧૮,૫૬૩ કરોડની જોગવાઇ કરવામાં આવી

(3:26 pm IST)