Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રહેણાંકના જોડાણોમાંથી સરકારને વીજ ડયુટીની ૨૭૮૭ કરોડની આવક

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮ : રાજ્‍યમાં વીજ ડયૂટીની વસૂલાત અંગે સભ્‍યના પ્રશ્નના ઉત્તરમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ વીજ વપરાશ કરતા રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી વીજ ડયુટી વસૂલવામાં આવે છે.

ગ્રામ્‍ય વિસ્‍તારમાં આ હેતુ માટે વીજદર ૭.૫% અને શહેરી વિસ્‍તારમાં ૧૫% ડયુટીનો દર છે. આના કારણે છેલ્લા બે વર્ષમાં રૂા. ૨૭૮૭.૬૨ કરોડની આવક સરકારને થઇ છે.

(1:04 pm IST)