Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ગુજરાત માથે ૩,૨૦,૮૧૨ કરોડનું કરજ : ૪૫૦૮૬ કરોડનું વ્‍યાજ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮ : રાજ્‍ય સરકારના જાહેર દેવા અંગે કોંગ્રેસના કિરીટકુમાર પટેલના એક પ્રશ્નના ઉત્તરમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧-૨૩ની સ્‍થિતિએ રાજ્‍ય સરકારનું કુલ દેવુ વર્ષ ૨૦૨૧-૨૨ના સુધારેલ અંદાજ મુજબ કુલ રૂા. ૩,૨૦,૮૧૨ કરોડનું છે.

નાણાકીય છેલ્લા બે વર્ષ દરમિયાન આ દેવા પેટે કુલ રૂા. ૪૫,૦૮૬ કરોડની રકમ વ્‍યાજ પેટે ચુકવવામાં આવી છે.

(1:01 pm IST)