Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ગુજરાત સરકારે બે વર્ષમાં ૮૫૭૮૦ કરોડની લોન લીધી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૮ : રાજ્‍ય સરકાર દ્વારા બજારમાંથી લીધેલ રકમ અને ચુકવેલ વ્‍યાજ અંગે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના પ્રશ્નના ઉત્તરમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં બજારમાંથી રૂા. ૮૫,૭૮૦ કરોડની લોન લીધી છે.

રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા રાજ્‍ય સરકારના બેંકર તરીકે કામગીરી કરે છે. આમ રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા જરૂરીયાત મુજબની બજાર લોન ઓકશન પ્રક્રિયા મારફત રાજ્‍ય સરકારને મેળવી આપે છે.

આમા વર્ષ ૨૦૨૦-૨૧માં ૫.૩૯% થી ૭.૭૩% ૩ થી ૧૦ વર્ષની મુદત માટે અને સુધારેલ અંદાજ મુજબ ૨ થી ૧૦ વર્ષ માટે મેળવેલ છે.

કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી રાજ્‍યના વિકાસદરમાં સાતત્‍યપૂર્ણ વૃધ્‍ધિ લાવવાની સ્‍વીકાર્ય પધ્‍ધતિ છે.

 

(12:58 pm IST)