Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કિરણ પટેલ સાથે ગુજરાત ભાજપના નેતાના ૨ પુત્રો પણ ગયા હતા

તેમના નામનો ઉલ્લેખ આરોપી તરીકે નહીં !

નવી દિલ્‍હી તા. ૧૮ : કિરણ પટેલની મોડ્‍સ ઓપરેન્‍ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં તેણે અમદાવાદથી શ્રીનગર ખાતે જતા પહેલા શ્રીનગરની ડેપ્‍યુટી કમિશનર ઓફિસમાં ફોન કરીને પોતાની ઓળખ પીએમઓ તરીકે આપીને તે શ્રીનગર ઓફિશીયલ વિઝીટ પર આવી રહ્યો છે. જે બાદ તેને એરપોર્ટથી ખાસ સરકારી વાહનમાં હોટલમાં લઇ જવાયો હતો.

જે બાદ તેને ઝેડ પ્‍લસ સિક્‍યોરીટી આપવામાં આવી હતી. બીજી માર્ચના રોજ તે તેની સાથે ભાજપના નેતાના બે પુત્રો પણ આવ્‍યા હતા. જો કે તેમના નામનો ઉલ્લેખ આરોપી તરીકે નથી કરાયો. જમ્‍મુ કાશ્‍મીર પોલીસે કિરણ પટેલની પુછપરછમાં જાણવા મળ્‍યું હતું કે ચાર વાર જમ્‍મુ કાશ્‍મીર આવ્‍યો હતો. તેમ જીએસટીવીનો અહેવાલ જણાવે છે.અમદાવાદથી કાશ્‍મીર આવતા પહેલા ડેપ્‍યુટી કમિશનરને પીએમઓના નામે ફોન કરીને વીઆઇપી સિક્‍યોરીટી આપવાની સુચના આપતો હતો. જે બાદ તે શ્રીનગર એરપોર્ટ પર ઉતરે ત્‍યારે તેને પોલીસના એસ્‍કોર્ટ સાથેની કાર મળતી હતી અને પ્રોટોકોલ મુજબ તેના નામે લલિત ગ્રાન્‍ડ હોટલમાં રૂમ બુક કરાવતો હતો.

નવેમ્‍બરથી માર્ચ દરમિયાન તે કુલ ચાર વાર કાશ્‍મીર આવ્‍યો હતો અને ૨૬મી ફેબ્રુઆરીએ શંકાના આધારે ઘેરાવામાં આવ્‍યો હતો. બીજી માર્ચના રોજ તે તેની સાથે ગુજરાતના અન્‍ય બે યુવકોને પણ સાથે લાવ્‍યો હતો.જે ગુજરાતના ભાજપાના નેતાઓના બે પુત્રો હોવાનું જાણવા મળ્‍યું છે. જો કે પોલીસ એફઆઇઆરમાં તેમના નામનો હાલ ઉલ્લેખ નથી. જે અંગે બંનેની પુછપરછ પણ કરવામાં આવી રહી છે.

 

(12:03 pm IST)