Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટરમા થયેલ ચોરીમાં મુદ્દામાલ સાથે ટેકરા ફળિયાના ચાર નબીરા ઝડપાયા

રાજપીપળા પોલીસ સ્ટેશનનાં પીઆઈ આર.જી. ચૌધરી અને તેમની ટીમે ગણતરીના કલાકો માં ગુનો ડિટેક્ટ કર્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના અને જી.એ.સરવૈયા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલાનાઓના માર્ગદર્શન હેઠળ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ આવેલ ઇમરજન્સી બહાર નીકળવા માટેની જાળી તેમજ દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી અંદરથી ઓક્સિજન સપ્લાય તાંબાની પાઇપો, સીસીટીવી કેમેરો નંગ-૧, કોમ્પ્યુટર સી.પી.યુ સાથેનો સેટ નંગ-૦૧ યુ.પી. એસ પાવર સેવર, ઇન્ટરનેટ કનેકટીવીટી રાઉટર મળી જે કુલ રૂ.૬૦,૫૦૦ ની ચોરીની ફરીયાદ તા.૧૪/૦૩/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ હોય જે અનડીટેક્ટ ચોરી ડીટેક્ટ કરવા સુચના મળતા રાજપીપલા પોલીસ સ્ટેશનનાં આર.જી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એમ.લટા તથા રાજપીપલા પોલીસ સ્ટાફનામાણસોએ ખાનગી રાહે બાતમી આધારે રાજપીપલા ટેકરા ફળીયામા રહેતા (૧)સચિનભાઈ વિઠ્ઠલભાઈ વસાવા (૨)કિશનભાઈ દિલીપભાઈ વસાવા (૩)સંદીપકુમાર સુરેશભાઈ વસાવા અને (૪)જયરામ કુમાર વિનોદભાઈ વસાવા (તમામ રહે.ટેકરા ફળીયુ રાજપીપલા)નાઓની યુક્તીપુર્વક અલગ-અલગ રીતે પુછપરછ કરતા આ ઈસમોએ રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટરમા આ તમામ સામાનની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા તેમની પાસેથી ચોરીમા ગયેલ મુદ્દામાલ રીકવર કરી ચારેય વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

(10:19 pm IST)