Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સુરતમાં મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસનું સર્ચ :બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ઉઠી ફરિયાદ

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 70 જેટલા પોલીસ કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન

સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 70 જેટલા પોલીસ કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

  શહેરમાં મોબાઇલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ વધ્યા બાદ તેને જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોવાની ફરિયાદને  આધારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જનતા માર્કેટમાં જુના અને નવા મોબાઈલનું વેચાણ મોટા પાયે થાય છે. અત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણમાં કરે છે કે નહીં તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ સર્ચ માં સુરત DCB,SOG,ECO સેલની ટીમો જોડાઈ હતી.

 સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગા તળાવ સ્થિત આવેલા જનતા માર્કેટમાં મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં  આવ્યું હતું. જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ રૂપલ સોલંકી, સહિત ક્રાઈમ બ્રાન્ચ ના એસીપી તમામ પીઆઈ, સ્થાનિક અથવા પોલીસ મથકના પીઆઇ, એસઓજી પીસીબી ના ઉચ્ચ અધિકારીઓ સહિત 50 થી વધુ પોલીસની ટીમ સાથે મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી સાથેની જુદી જુદી ટીમ બનાવી એક સાથે સમગ્ર જનતા માર્કેટમાં રેડ કરી સર્ચ હાથ ધર્યું હતું.

સુરતના ચોક બજાર આવેલું જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલ ના લે વેચ નું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાય કરોડોના મોબાઇલની લે વેચ થતી હોય છે. ક્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ સ્ટેચિંગ અને ચોરીની ઘટના બની રહી છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ મળી હતી. જેને આધારે પોલીસે આજે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી. અને મોબાઈલની લે-વેચ કરનાર વેપારીઓ પાસેના જુના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી.

(9:00 pm IST)