Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

અમદાવાદનો વિચિત્ર કિસ્સો : મહિલાએ તેના પતિ સાથે સંબંધ રાખવા પાડોશી મહિલાને ધમકી આપી

મારા પતિ સાથે સબંધ કેમ નથી રાખતી કહી ગાળાગાળી કરી :તેણે એસિડ ફેંકીને ચહેરો બાળવા ધમકી દીધી

અમદાવાદ : શહેરના ઇસનપુર વિસ્તારમાં મહિલાએ પોતાના પતિ સાથે શારીરિક સંબંધ  રાખવા માટે દબાણ કરી પાડોશી મહિલા પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે ,પતિ અને પત્નીએ ભેગા મળી મહિલાને શારીરિક સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી હતી. ઇસનપુર પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

  ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં 38 વર્ષની મહિલા તેના પતિ સાથે છૂટાછેડા બાદ તેના પુત્ર સાથે રહે છે. પાડોશમાં રહેતી મહિલા સાથે તેને સારા સંબંધો હતા. થોડા દિવસ પહેલા પાડોશની મહિલા તેના ઘરે આવી હતી અને તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી કહીને તેની સાથે ગાળાગાળી કરી હતી. આ ઉપરાંત તેણે એસિડ ફેંકીને ચહેરો બાવાની ધમળી દેકી પણ આપી હતી.
  મળતી માહિતી મુજબ ધૂળેટીના દિવસે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં ધૂળેટી રમતાં હતા. દરમિયાન ફરિયાદી મહિલાના પાડોશમાં રહેતી મહિલા હાથમાં એસિડની બોટલ લઈને આવી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે, "તને મેં મારા પતિ સાથે શારીરિક સંબંધ રાખવા કહ્યું હતું તો કેમ રાખતી નથી?" આવું કહીને મહિલાએ ફરિયાદી પર હાથમાં રહેલી બોટલમાંથી એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા ત્યાંથી દોડી ઘરમાં જતી રહી હતી.

 આ દરમિયાન મહિલાના પતિએ પણ ઊંચી પહોંચ ધરાવતા હોવાનું જણાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(11:38 am IST)