Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના વાયરસની ઈફેક્ટ : અમદાવાદ - મુંબઈ વચ્ચે દોડતી તેજસ ટ્રેન 31 માર્ચ સુધી બંધ રાખવા નિર્ણંય

અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 150થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે 3 લોકોના મોત થયા છે. દેશભરમાં મોલ, શાળા, કોલેજ, સિનેમાહોલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે હવે રેલવેએ તેજસ એક્સપ્રેસ ટ્રેન સેવા પણ બંધ રાખવા નિર્ણય કર્યો છે અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન સેવા 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવ્યો છે

ભારતીય રેલવે દ્વારા તેજસ ટ્રેન સેવા 19 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ અને લખનઉ-નવી દિલ્હી વચ્ચે ચાલતી આ ટ્રેન સેવા બંધ રહેશે. આ સાથે વારાસણી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી પણ 31 માર્ચ સુધી રહેશે બંધ. 

દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભારતીય રેલવેએ પણ 17 માર્ચે 23 ટ્રેન સેવા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.

(9:09 am IST)