Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ધુળેટી પર્વે સુરતમાં સૌપ્રથમવાર મડફેસ્ટ યોજાશે: વિશિષ્ટ પ્રકારની માટીનો થશે ઉપયોગ

ઈવેન્ટોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા ડુમસ મેઈન રોડ પર આયોજન : કેમિકલ યુક્ત કલથી બચી શકાશે

 

સુરત: ધુળેટી પર્વે સુરતમાં મડ ફેસ્ટનું આયોજન કરાયું છે  ઈવેન્ટોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા ડુમસ મેઈન રોડ ખાતે "મડ ફેસ્ટ"નું આયોજન થયેલ છે વિદેશોમાં યોજાતા "મડ ફેસ્ટ"નું અત્યાર સુધી આયોજન જોવા મળતું હતું , પરંતુ વખતે સુરતની ઈવેન્ટોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વખત સુરતના આંગણે "મડ ફેસ્ટ"નું આયોજન કરાયું છે

    કેમિકલયુક્ત કલરોની સામે પ્રાકૃતિક માટી ચામડી માટે સારી કહેવાય છે ત્યારે મડ ફેસ્ટ ઉત્સવની સાથે સ્વાસ્થ્ય માટે લાભકારક પણ સાબિત થશે. રંગોની તહેવાર ધુળેટી પર કેમિકલ યુક્ત કલરોથી થતા નુકસાનને જાણીને વખતે સુરતીઓએ 'મડ ફેસ્ટ'ની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને તે માટે સુરતીઓ મોટી સંખ્યામાં સુરતની ઈવેન્ટોલોજી દ્વારા યોજાનારા મડ ફેસ્ટમાં ભાગ લેવા થનગની રહ્યા છે
   અત્યાર સુધી મડ ફેસ્ટની ઉજવણી વિદેશોમાં જોઈ હશે કે તે વિષે સાંભળ્યું હશે. પરંતુ વખતે ભારતમાં અને તે પણ સુરતમાં પહેલા મડ ફેસ્ટનું આયોજન થવા જઈ રહ્યું છે અને તેનો શ્રેય જાય છે સુરતીઓ અને ઈવેન્ટોલોજીની ટીમને. ઈવેન્ટોલોજી દ્વારા ધુળેટીના અવસરે 21મી માર્ચના દિવસે ડુમસ મેઈન રોડ એરપોર્ટની સામે સાંઈ મંદિરની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પર મડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી મડ ફેસ્ટનો લ્હાવો માણી શકાશે.
  
રંગોના તહેવાર પર મડ ફેસ્ટના આયોજન અંગે અર્ણન મોઈત્રાએ જણાવ્યું હતું કે કેમિકલ યુક્ત કલર સ્વાથ્ય માટે નુકસાન દાયક હોય છે જયારે માટી પ્રાકૃતિક છે. એટલું નહિ પણ પહેલાના જમાનામાં કેટલાક લોકો માટીથી શરીર સ્વચ્છ કરતા હતા. જયારે આજે પણ બ્યૂટી પ્રોડક્ટમાં સ્કિન માટે વિશિષ્ટ પ્રકારની માટીનો ઉપયોગ થાય છે. ત્યારે મડ ફેસ્ટથી લોકોની સ્કિનને રંગોથી થતા નુકસાનને બચાવી શકાશે.
.

(11:22 pm IST)