Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ટોઈલેટમાં સગીરાનો અશ્લિલ વિડિયો બનાવી લેવાનો પ્રયાસ

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર : સીસીટીવી ફૂટેજના આધાર પર પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ,તા. ૧૯ : શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા ક્રોસવર્ડના શો-રૂમના ટોઈલેટમાં ગયેલી સગીરાનો નગ્ન વીડિયો બનાવવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. કોઇ અજાણી વ્યક્તિએ દરવાજાની નીચેથી મોબાઈલ વડે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ જોઈ લેતા તેણે બુમાબુમ કરી હતી. તે શખ્સ ફરાર થઈ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે હવે સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપી શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એસજી હાઈવે પર રાજપથ ક્લબની બાજુમાં મોન્ડેલ રિટેલ પાર્ક કોમ્પલેક્ષમાં ક્રોસવર્ડ બુક સ્ટોર છે. ગઈકાલે સાંજે સગીરા આ બુક સ્ટોરના ટોઈલેટમાં ગઈ હતી. આ દરમિયાન અજાણી વ્યક્તિએ બાથરૂમના દરવાજાના નીચેના ખુલ્લા ભાગથી મોબાઈલ વડે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સગીરા જોઈ જતાં તમે શું કરો છો તેમ કહીં બુમાબુમ કરી હતી. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અજાણી વ્યક્તિ ટોઈલેટમાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ક્રોસવર્ડ સ્ટોરના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં પણ બનાવને પગલે ચર્ચા ચાલી હતી.

 

(9:36 pm IST)
  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો : તેમની સંપતિ હડપવાની હતી યોજના : દવાના નશામાં લખાવી હતી સ્યુસાઈડ નોટ : સેવાદાર વિનાયક અને શરદ આપતા હતા ધમકી : રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા : આરોપીઓ પાસેથી કોરો ચેક મળ્યો access_time 6:04 pm IST

  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST

  • અમદાવાદની સાબરમતી નદીમાં ૪ લોકોએ ઝંપલાવ્યુઃ ૩ના મોત, ૧નો બચાવ : સવારથી લઈ અત્યાર સુધીમાં ફાયરબ્રિગેડને ૪ કોલ મળ્યા access_time 6:04 pm IST