Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સુરતના સેવાલિયા નજીક શ્વાન આડું આવતા બાઈક ચાલકને ગંભીર ઇજા

સુરત: શહેરના અને હાલ ગોધરામાં રહેતાં મિતેશકુમાર મનહરભાઈ પટેલ અને ઉમરેઠમાં રહેતાં તેમના મિત્ર વિરલભાઈ દિપકસિંહ પુવાર સાથે ગોધરા ખાતે આવેલી દિપક ફાઉન્ડેશન કંપનીમાં સાથે નોકરી કરે છે. 

ગત શનિવારના રોજ બંને મિત્રોએ પોતપોતાનું મોટરસાઈકલ લઈ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરના દર્શને જવાનો પ્લાન બનાવ્યો હતો. અને શનિવારે સાંજના સમયે ગોધરાથી ડાકોર જવા અલગ-અલગ મોટરસાઈકલ લઈ નીકળ્યાં હતાં. તે દરમિયાન સેવાલિયા-ઠાસરા રોડ પર અંગાડી ગામ નજીક આવેલ લહેરીપુરા બસસ્ટેન્ડ પાસેથી વિરલભાઈ દિપકસિંહ પુવાર પોતાની મોટરસાઈકલ નં જીજે ૨૩ બીએમ ૧૧૫૭ લઈ પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર અચાનક કુતરું આડુ આવતાં તેઓને બ્રેક મારવાની ફરજ પડી હતી. 

(5:46 pm IST)