Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

માતરના અસામલીમાં સિમ નજીક ઢાળિયામાં ટ્રેકટર ખાબક્યું: ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

માતર: તાલુકાના અસામલીમાં રહેતાં હરીભાઈ શનાભાઈ વાઘેલા આજરોજ બપોરના બાર વાગ્યાના સુમારે અસામલી ગામની સીમ નજીક વાસણા રોડ પર આવેલ એક ખેતરમાં ડાંગરના પાકમાં મશીન ચાલુ કરવાનું હોઈ તેમની સાથે ગામમાં જ રહેતાં ધીરૂભાઈ શંકરભાઈ મકવાણાને મદદ માટે લઈ ગયાં હતાં. ધીરૂભાઈ નંબર વગરનું એક ટ્રેક્ટર લઈ તેમની સાથે ગયાં હતાં. ખેતરમાં પહોંચી મશીન ચાલુ કર્યાં બાદ ટ્રેક્ટરમાં બેસી ઘરે પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન વાસણા રોડ પર પાણીના નીકાલ માટે ની જગ્યામાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. 

આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલક ધીરૂભાઈ મકવાણા ટ્રેક્ટર નીચે દબાઈ જતાં તેઓને ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હરીભાઈ શનાભાઈ વાઘેલાની ફરીયાદને આધારે લીંબાસી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. 

 

(5:46 pm IST)