Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વાપીમાં ચર્ચની બહાર ભગવાનના ફોટા મળી આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો

વા૫ી શહેરના સી ટાઈપ વિસ્તારમાં ચર્ચના કમ્પાઉન્ડના ગેટ પાસે ભગવાનના ફોટા ત્યજી દેવાતા નજીકમાં રહેતા લોકો એકત્રિત થઈ આક્રોશ વ્યકત કરી ચર્ચના ફાધરને ઉગ્ર રજૂઆત કરી હોબાળો મચાવી દીધો હતો. રવિવારે સાંજે ચર્ચમાં આવેલી બે મહિલાઓએ ગેટની બહાર ભગવાનના ફોટ ત્યજી દીધા હોવાનું જણાવી ધર્માન્તરણની પ્રવૃત્તિ કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર વાપી જીઆઈડીસીના સી ટાઈપ વિસ્તારમાં ચર્ચ આવેલી છે. રવિવારે સાંજે ચર્ચના ગેટ નજીક હિન્દુઓના ભગવાનના ફોટાઓ ત્યજી દીધેલી હાલતમાં જોતા નજીકમાં રહેતા લોકો એકત્રિત થઇ ગયા હતા. લોકોએ ચર્ચના ફાધર સમક્ષ આ પ્રકારના ગંભીર કૃત્ય અંગે ઉગ્ર રજૂઆત કરી ભારે હોબાળો મચાવી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ કન્ટ્રોલને પણ જાણ કરાઈ હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

 

(5:44 pm IST)
  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST

  • ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટે ચૂંટણીપંચને નોટીસ ફટકારી : ચૂંટણીપંચ ૨૫મીએ જવાબ રજૂ કરશે access_time 6:04 pm IST

  • નહિ સુધરે પાકિસ્તાન હવે પાકિસ્તાન ખીજ ઉતારવા લાગ્યું રાજદ્વારીઓ ઉપરઃ પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદ્વારીઓને હેરાન કરવાનું શરૂ કર્યું: ભારતે તપાસની માંગ કરી access_time 11:25 am IST