Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સુરતમાં હીરા ઉદ્યોગકારોની ક્રેશ ક્રેડિટ સુવિધામાં ફેરફાર: 180 દિવસમાં ઘટાડો કરી 150 કરાયો

સુરત:નાના-નાના ઉદ્યમીઓને બેન્કો લોન આપતી નથી, એવી ફરિયાદ તો હીરાઉદ્યોગકારોની છે જ. પણ હવે કેશ ક્રેડિટ(સીસી)ની સુવિધા મેળવતા ઉદ્યોગકારોની ચુકવણીની મુદતમાં ૩૦ દિવસનો ઘટાડો કરી દીધો છે. અગાઉ રફ અને પોલીશ્ડની ખરીદીમાં કેસ ક્રેડિટ માટે બેંકો ઉદ્યોગકારોને ૧૮૦ દિવસની છૂટ આપતી હતી, તે ઘટાડીને ૧૫૦ દિવસ કરવામાં આવી છે. છૂટછાટના દિવસો ઓછા થવાને કારણે ઉધારીની સાઇકલ ઓછી થઈ જશે.

હીરાઉદ્યોગ વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે બેન્કોએ કેશ ક્રેડિટ માટેની છૂટછાટ ૧૮૦થી ઘટાડીને ૧૫૦ દિવસ કરવાનો નિર્ણય થોડા દિવસ પહેલા જ લીધો છે. બેંકોના આ નિર્ણયને કારણે હીરા ઉદ્યોગકારોને અત્યારે થોડી તકલીફ પડશે. કીન્તુ એની બહુ મોટી અસર આવશે નહીં. છૂટછાટના દિવસો ઓછા થવાને કારણે બહારગામના, પેમેન્ટ પહેલા કરાવવાનું દબાણ સ્વાભાવિક રીતે આવી જશે.

(5:44 pm IST)