Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

બારડોલીમાં અન્ય વિદ્યાર્થી સાથે મસ્તી કરતા ક્લાસરૂમમાં વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત

બારડોલી: જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કુલમાં ધો-૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કલાસરૂમમાં અન્ય વિદ્યાર્થી સાથે મસ્તી કરતા કરતા અચાનક નીચે પટકાતા મોત થયું હતું. શિક્ષકો પાણી છાંટી ભઆનમાં લાવવા પ્રયત્ન કરી સારવાર માટે સરદાર હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બારડોલી જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કુલમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ પોલીસે તપાસ્યા હતાં. જેમાં ધો ૬ ના કલાસરૂમમાં ૧૦-૨૦ થી ૧૦-૩૦ સુધીમાં પિરીયડ પુરો થતાં શિક્ષક જતા રહેતા વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતાં. મસ્તી કરતા કરતા રૂમની દિવાલ તરફ આવતા વિશાલ અકસ્માતે ટેબલ પાસે નીચે પડયો હતો. વિશાલ ઉભો થવા જતા ટેબલ વાગતા માથામાં વાગ્યું હતું. વિશાલને પકડીને બ વિદ્યાર્થીઓ લઈ જતા હતા ત્યારે વિશાલ ઢળી પડતા નીચે સુવડાવી શિક્ષકને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ કબ્જે કર્યા હતાં.

(5:43 pm IST)