Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ધારાસભ્યનો પક્ષપલ્ટો અને અણધાર્યા ચુંટણી ખર્ચ સ્વીકાર્ય કે નહીં? પ મતક્ષેત્રોના જનાદેશ તરફમીટ

કોંગ્રેસ જેટલી બેઠકો ગુમાવે. એટલી ખોટ, ભાજપ જેટલી બેઠકો જીતે એટલો નફો : લોકસભાની સાથેજ ધારાસભાની પ બેઠકોની પેટા ચુંટણી માટે ચૂંટણીપંચ સજ્જ

 ગાંધીનગર તા ૧૯ :  દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્યોને ખેડવી લેતા ખાલી પડેલી વિધાનસભાની સીટો ઉપર પેટા ચૂંટણી યોજાવાની દીશામાં આગળ વધી રહેલ છે.  પક્ષપલ્ટો કરીને ફરી ધારાસભ્ય બનવાના પ્રયાસની પ્રજા પર શું અસર ? તે પરીણામથી ખ્યાલ આવશે.

તાજેતરમાં ગુજરાતના કોંગ્રેસના સભ્યોએ રાજીનામા આપતા ખાલીપડેલીબેઠકોની ચુંટણી ટુંક સમયમાં આવવાની  તૈયારીઓ ચુંટણીપંચ દ્વારા કરવામાં આવી રહી છે, જેની જાહેરાતકરી દેવામાં આવી છે. આ માટે ઉમેદવારી પત્રો તા. ૨૮મીથીજ ભરવામાં આવશે.

ચુંટણીપંચના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ માટેની પૂર્ણ તૈયારીઓ થઇ રહી છે. આ પેટા ચુંટણીઓ માટે ઇ.વી.એમ. માટેનું મતપત્રક અન્ય કલરમાં છપાશે, તેના મતદાનકુટીર પણ બનાવવામાં આવશે. તલાલા સિવાયની ૪ બેઠકો કોંગી ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડી છે.

આપણેકઇ બેઠકો ખાલી પડી છે તેના પર ધ્યાન કરીએ તો ઉંઝા, માણાવદરધ્રાંગધ્રા, હળવદ, જામનગર અને તલાલા વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે, ગુજરાતથ વિધાનસભાના સચ્યોની કુલ ૧૮૨ ની સંખ્યા છે, તેમા ં કોંગ્રેસના પાંચ  સભ્યોના રાજીનામા બાદ હાલમાં સભ્ય સંખ્યા ૧૭૭ છે. પાંચ બેઠકો ખાલી થવાથી પ્રજા માથે અણધાર્યા ખર્ચ આવ્યો છે.

વિધાનસભાની આ પેટા ચૂંટણીઓમાં પણ જે સભ્યોએ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે તેને આ વિસ્તારોની પ્રજા કેવી રીતે સ્વીકાર કે અસ્વીકાર કરે છે ? તે જોાનું શહયું, પરંતુએક વાત ચોક્કસ છે જે પક્ષના પ્રતિનીધી તરીકે ચુંટાય છે, તેની સાથેપોતાના સ્વાર્થ માટે પ્રજા સાથે દ્રોહ  કરે તો તે વ્યાજબી છે કે નહીં તે ચુંટાયેલા  પ્રતિનીધીઓએ વિચારવાનું રહયું તેમ લોકોમાંચર્ચાઇ રહયું છે.

(3:30 pm IST)
  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST

  • ૭૦ વર્ષની એકધારા ''રટણ''ની હવે એકસ્પાયરી આવશેઃ પ્રિયંકા ગાંધીના મોદી સરકાર ઉપર પ્રહારોઃ 'રીપોર્ટ કાર્ડ' સાંભળવામાં સારૂ લાગે છેઃ યુપીમાં ૫ વર્ષમાં કોઇ બદલાવ આવ્યો નથી access_time 3:22 pm IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST