Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

રાજ્યની તમામ 26 બેઠકો પર મહિલા કોંગ્રેસની દાવેદારી

પોરબંદરથી ડો.ઉર્વશીબહેન મણવર, અમરેલીથી ગેનીબહેન ઠુમર, ભાવનગરથી ઇલાબહેન ગોહિલ તેમજ દાહોદથી હાલનાં ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારૈયાએ દાવેદારી નોંધાવી

અમદાવાદ: આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત મહિલા કોંગ્રેસમાં ઉત્સાહ છવાયો છે રાજ્યમાં 48 ટકા મહિલાઓના મત હોવા છતાં મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ આપવા બંને મુખ્ય પક્ષ નિષ્ફળ નીવડ્યા છે,ત્યારે મહિલા કોંગ્રેસે રાજ્યની તમામ ર૬ બેઠક પર દાવેદારી નોંધાવી છે.

  છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે ચાર મહિલાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસમાંથી એકમાત્ર દાહોદ બેઠક પરથી ડો.પ્રભા તાવિયાડને ટિકિટ મળી હતી. આ વખતે દાહોદ બેઠક પર ફરી ચૂંટણી લડવાની ઇચ્છા ડો.પ્રભા તાવિયાડે દર્શાવી છે

  પોરબંદરથી ડો.ઉર્વશીબહેન મણવર, અમરેલીથી ગેનીબહેન ઠુમર, ભાવનગરથી ઇલાબહેન ગોહિલ તેમજ દાહોદથી હાલનાં ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારૈયાએ પણ લોકસભાની ચૂંટણી લડવા દાવેવારી નોંધાવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે પૂર્વ સાંસદ સ્વ. મૂકેશ ગઢવીનાં ધર્મપત્ની ક્રિષ્નાબહેન ગઢવી અને ખેડામાંથી સજ્જનબહેને પણ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે.

(1:44 pm IST)