Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

દરેક વ્યકિતએ પ્રવાસ-પ્રેમનો રોમાંચ તો માણવો જ જોઇએ

લવ ઓકે પ્લીઝ- શો ૨૫ માર્ચથી શરૂ થશે : લવ ઓકે પ્લીઝના પ્રમોશન માટે કરણ શહેરમાં પહોંચ્યો

અમદાવાદ,તા.૧૮ : જાણીતા ટીવી સ્ટાર કરણ વાહી એમએક્સ પ્લેયર પર આગામી દિવસોમાં રિલીઝ થઇ રહેલા સૌપ્રથમ રિયાલિટી અને નોન ફ્રિકશન શો લવ ઓક પ્લીઝના પ્રમોશન માટે આજે અમદાવાદ શહેરની મુલાકાતે આવ્યો હતો અને તેણે સાબરમતી રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ પ્રવાસ  કર્યો હતો. આ પ્રસંગે કરણ વાહીએ તેના અનોખા અને કંઇક અલગ પ્રકારના શો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા મતે, જીવનમાં દરેક વ્યકિતએ પ્રવાસ અને પ્રેમનો રોમાંચ માણવો જોઇએ. આ એક એવો શો છે જેમાં ચાર સિંગલ છોકરા અને ચાર સિંગલ છોકરીઓ તેમના પ્રવાસ દરમિયાન પ્રેમ શોધવાનો રોમાંચનો અનુભવ કરે છે. આ શો તા.૨૫ માર્ચથી એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ કરી શકાશે, જેમાં પહેલા છ એપિસોડ જોઇ શકાશે, ત્યારબાદ બાકીના છ એપિસોડ તા.૧લી એપ્રિલથી જોવા મળશે. કરણ વાહીએ વધુમાં જણાવ્યું કે, એમએક્સ ઓરિજિનલ સિરીઝ - લવ ઓકે પ્લીઝ ૮ સિંગલ પ્રેમની તલાશમાં હિમાચલ પ્રદેશના નયનરમ્ય સ્થળમાં યાદગાર માર્ગ પ્રવાસે નીકળી પડે છે ત્યારે શું થાય છે તેમાં ડોકિયું કરાવે છે. આ પ્રવાસ રિયાલિટી શો એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ કરી શકાશે. એમએક્સ પ્લેયર ઓટીટી ઈકોસિસ્ટમમાં નવો પ્રવેશ છે. તે દર્શકોને ઉચ્ચ કક્ષાની ઓફફલાઈન વિડિયો રમવાની ક્ષમતાઓ, ઓનલાઈન સ્ટ્રીમિંગ લાઈબ્રેરી વિવિધ પ્રકારો અને ભાષાઓમાં અને ઓડિયો મ્યુઝિક સહિત બધું જ એક મંચ પર ઓફર કરે છે. આ અનોખા સામાજિક પ્રયોગમાં હોસ્ટ તરીકે તે તેનું સૌપ્રથમ ડિજિટલ પદાર્પણ કરી રહ્યો છે. કરણે ઉમેર્યું કે, તે ખુદ પણ પ્રવાસનો જોરદાર શોખીન છે. ૧૨ એપિસોડની આ સિરીઝ બે ભાગ સ્ટ્રીમ કરશે, જેમાં પ્રથમ ૬ એપિસોડ ૨૫ માર્ચ, ૨૦૧૯ના રોજ ડ્રોપ કરાશે, જ્યારે બાકી ૬ એપિસોડ એક સપ્તાહ પછી, એટલે કે, ૧ એપ્રિલથી આરંભ કરતાં શરૂ થશે. આ શો એ પણ શીખવે છે કે, દરેક વ્યકિતએ જીવનમાં પ્રવાસ અને પ્રેમનો રોમાંચ માણવો જોઇએ. રિયાલિટી શો તો ઘણા બધા છે, પરંતુ અજનબીઓને પ્રવાસ કરવા સાથે ચમક શોધવા અને પ્રેમમાં પડવાની તક આપનારો આ અનોખો શો છે. પ્રવાસથી તમારા સાથીના ઘણા બધા નહીં જોયેલા ચહેરા તમારી સામે આવે છે અને શો તેની પર જ કેન્દ્રિત છે. પ્રેમની શક્યતાઓ સાથે પ્રવાસ પર સિંગલ સાથીઓ. મને લાગે છે કે પ્રવાસ દરમિયાન પ્રેમ શોધવો તે ઉત્તમ વિચાર છે અને મને આ અજોડ ફોર્મેટનો હિસ્સો બનવાની બેહદ ખુશી છે. હિમાચલ પ્રદેશમાં શૂટ સાથે કરણ સાથે સ્પર્ધકોએ ધરમશાલાથી આરંભ કરીને પછી પાલમપુર, કુલ્લુ અને મનાલીનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેમને સ્થાનિક પ્રતિનિધિ એવા સ્થાનિક રીતરસમોને આધારે તેમનું જોડાણ મજબૂત બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ડર પર જીત મેળવવાની હોય કે બિર બિલિંગ ખાતે પેરાગ્લાઈડિંગની ખુશી અનુભવવાની હોય, કુલ્લુનું સ્થાનિક ડ્રિંક માણવાનું હોય કે સ્થાનિક ઘરમાં રહેવાનું હોય, નાટી નૃત્ય અજમાવવાનું હોય કે મનાલીમાં વન વિહાર ખાતે સઘન ટાસ્ક દરમિયાન એકબીજાને સમજવાનું હોય, સ્પર્ધકોને વિવિધ પ્રવૃત્તિઓ સાથે સતત પડકારવામાં આવ્યા હતા, જેમાં તેમની કેમિસ્ટ્રી, કોમ્પેટિબિલિટી, આકર્ષણ અને સંદેશવ્યવહારની કસોટી કરવામાં આવી હતી. હોસ્ટ તરીકે કરણ કામદેવ અને મેન્ટર છે, જે સ્પર્ધકોને પડકારે છે અને વિશાળ ફલક પર તેમને અજોડ ડેટિંગ અનુભવ પુરસ્કૃત કરે છે. તે દર્શકોને દરેક સ્થળની ખૂબીઓના વધારાના ડોઝ સાથે સ્થળની ઝાંખી પણ કરાવે છે. તો શું પ્રવાસની કસોટીમાં પ્રેમ ખરો ઊતરશે? શું ૮ અજનબીઓને એકત્ર પ્રવાસ પર છોડતાં તેમની અંદર રોમાન્સનો ચમકારો થશે? ૨૫ માર્ચથી આરંભ, પ્રેમના આ પ્રવાસ પર તમે પણ નીકળી પડો- ફક્ત એમએક્સ પ્લેયર પર.

(9:34 pm IST)