Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

બારડોલીની શાળામાં બાળકોની નિર્દોષ ધીંગા મસ્તીમાં ધોરણ -6ના વિદ્યાર્થીનુ પડી જતા કરૂણમોત : ઘેરો શોક

મિત્રો સાથે ગમ્મત અને મસ્તી દરમ્યાન વિશાલ પડી જતા બેભાન થઇ ગયો હતો

 

બારડોલીની શાળામાં બાળકો વચ્ચે નિર્દોષ ધીંગામસ્તીમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિશાલ કુશવાહ નામના વિદ્યાર્થીનું પડી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. અંગે બારડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે

  અંગે મળતી વિગત મુજબ બારડોલીની જે.એમ.પટેલ હાઇસ્કુલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો વિશાલ કુશવાહ શાળામાં ખુબ ખુશ હતો. પરંતુ ચાર પીરીયડ પૂર્ણ થયા બાદ મિત્રો સાથે ગમ્મત અને મસ્તી દરમ્યાન વિશાલ પડી જતા બેભાન થઇ ગયો હતો

 વિશાલને તાબડતોડ નજીકની હોસ્પીટલમાં ખસેડાયો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ વિદ્યાર્થીના મોતથી સાથી મિત્રો,શિક્ષકો આઘાતમાં સરી પડ્યા હતા.વિશાલના પરિવારજનોમાં કરુણ કલ્પાંત મચી જવા પામ્યો હતો

(8:50 am IST)