Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સરકારની નીતિ ખેડૂત વિરોધી: ભરૂચ જિલ્લામાં તુવેર ખરીદીના કેન્દ્રો ઉભા કરવા કોંગ્રસનું આવેદન પાઠવ્યું

 

ભરૂચ ;રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે જગતનો તાત પાયમાલ બન્યો હોવાનું જણાવી ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવવા માં આવ્યું હતું કે જ્યારથી કેંદ્ર મા અને ગુજરાતમા ભાજપાની સરકાર આવી છે ત્યારથી દેશના અને ગુજરાતના સમૃધ્ધ અને સુખી અને સાધન સંપન્ન ગણાતા ખેડુતોની માંથી દશા બેથી છે. ખેડુત દિવસે-દિવસે ગરીબ બનતો જાય છે. સરકારની ખેડુત વિરૂધ્ધિ નીતી ના પગલે ખેડુત પાયમાલ થઈ ગયો છે.ખર્ચાઓ ને પહોંચીના વળતા ખેડુત તેની ઘર વખરી વહેંચી અથવા તો સ્થાવર જંગમ મિલ્કતો વંહેચી ગુજરાન ચલાવા લાચાર થઈ ગયા છે.ખેડુત જ્યારે નાસિપાસ થાય ત્યારે આત્મ હત્યા કરવા મજબુર બની જાઈ તેવા કિસ્સા રોજ-બરોજ બની રહ્યા છે. તે માટે કોઈ જવાબદાર હોય તો તે ગુજરાત અને દેશની ઉધોગપ્રેમી સરકાર છે.

 

   ગુજરાતમા વર્તમાન સમયમા ખેડુતોએ મહામહેનતે તૈયાર કરેલ ખેતી ના પાક જેવાકે તુવેર કપાસ મગફળી વેંચાણ માટે બજારમા આવવા શરૂ થયા છે. જ્યારે તેમને પોષણક્ષમ ભાવ નઈ આપીને ખેડુતોને લૂંટા રહ્યા છે. તેવા સંજોગોમા ગુજરાત સરકારે જાહેર કરેલા ટેકાના ભાવો પણ ખેડુત માટે મજાક સમાન જણાઈ રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ મોંગુ બિયારણ મોંગી દવાઓ, મોઘા ખાતર, અને પાણી અને વેંથી ના શકાય તેવી મંજુરી ચુકવીને તૈયાર કરેલ તુવેરનો પાક હાલ વેંહેચાણ માટે બજાર મા આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે નિયુક્ત કરેલ નોડલ એજન્સી ગુજકો માસોલ ધ્વારા દરેક જિલ્લામાં સ્થાનિક એજન્સીને નક્કી કરી ચોક્કસ ગાઈડ લાઈન સાથે ટેકાના ભાવ કીવી ના રૂપિયા ૫૨૫૦ ૨૦૦ બોનસ સાથે ૫૪૫૦ ના ભાવથી તુવેર ખરીદવાના નક્કી કર્યુ છે. જે ખેડુતો સાથે અન્યાય સમાન છે. તેથી તુવેરના ભાવ ઓછામા ઓછા ક્વીનટલ દીઢ ૭૫૦૦ આપવા માંગણી કરવા આવેલ છે.

 

ઉપરાંત ભરૂચ જિલ્લામા ઠેર-ઠેર તુવેર ખરીદીના કેન્દ્રો ઉભા કરવા કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી માંગ કરવામા આવી છે.

(12:48 am IST)