Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ગુજરાત યુનિવર્સીટીના પ્રોફેસર વિરુદ્ધ વિદ્યાર્થીનીઓને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરાઈ

પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે રૂપિયા ના આપી શકે તો વિદ્યાર્થીનીઓ પાસે શારીરિક માંગણીઓ કર્યાનો આરોપ ; વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો તો

 

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટીના એમએસડબ્લ્યુ વિભાગના શિક્ષક પ્રદીપ પ્રજાપતિ સામે વિદ્યાર્થીનીઓએ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની અરજી કરી છે.એમએસડબ્લ્યુના વિદ્યાર્થીઓએ શિક્ષક સામે ફરિયાદ કરી છે કે પ્રદીપ પ્રજાપતિ દ્વારા પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે રૂપિયા માંગવામાં આવતા હતા અને જો રૂપિયા ના આપી શકે તો વિદ્યાર્થીનીઓ પાસે શારીરિક માંગણીઓ કરવામાં આવતી હતી.એક વિદ્યાર્થીનીને પાસે શારીરિક માંગણી કરતાએક વિદ્યાર્થીનીએ સાબરમતી નદીમાં પડી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ થતા આખરે પોલીસ જાગી હતી અને ગુજરાત યુનિવર્સીટી પોલીસ મથકમાં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા. પોલીસે મામલે છાત્રોના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે

 શિક્ષક પ્રદીપ પ્રજાપતિ સામે થોડા સમય પેહલા MSW વિભાગની ગર્ભવતી વિદ્યાર્થિનીને ક્લાસમાં આવવા ટોર્ચર કરવામાં આવતું હતું.જે મામલે વિધાર્થીનીએ કંટાળી આપઘાતનો પ્રયાસ કરી પ્રદીપ પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ કરી હતી. પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ સામે અનેક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે,પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરાવા માટે તે રૂપિયાની માંગણી કરે છે અને જો પૈસા આપો તો માનસિક ત્રાસ આપે છે એટલું નહિ વિદ્યાર્થિની પાસે શારીરિક માંગણીઓ પણ કરતો હતો .ત્યારે સમગ્ર મામલે પ્રોફેસર સામે થયેલી ફરિયાદ મામલે પોલીસએ તમામના નિવેદન નોંધ્યા હતા

(12:46 am IST)