Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કોંગ્રેસે ફરી અનામતનો રાગ આલાપ્યો :ધારાસભ્ય અમિત ચાવડાએ બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માંગણી ઉઠાવી

ગાંધીનગર ;રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ફરી અનામતનો રાગ આલાપ્યો છે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માગ કરીને એક નવો રાજકીય વિવાદ છેડી દીધો છે.પાટીદાર અનામત આંદોલનની આગ હજી માંડ શાંત પડી છે. ત્યાં કોંગ્રેસે રાજ્યમાં અનામતના નામે નવો દાવ ખેલી લીધો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા વિધાનસભામાં ચાવડા બિન અનામત વર્ગ એટલે કો જનરલ કેટેગરી માટે 20 ટકા અનામતની માગ કરી રહ્યા છે.  

  કોંગ્રેસનો અનામતનો નવો દાવ 2019ની રણનીતિનો ભાગ હોવાનું મનાય છે કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારો, ઠાકોરો અને દલિતોને એક મંચ ઉભા કર્યા અને અનામતનો રાગ આલાપ્યો હતો જયારે  હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી ત્રણેય નેતાઓ અનાતમને લઈને જુદા જુદા હિતો ધરાવતા હતા. પરંતુ જ્યારે રાજકારણમાં  વિરોધીઓને હરાવવા દુશ્મન પણ હાથ મિલાવી લેતા હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સીધો લાભ કોંગ્રેસને મળ્યો. ત્યારે કોંગ્રેસ 2019ને ધ્યાનમાં રાખીને અનામતની આગમાં ફરી ઘી હોમવાનું શરૂ કરી દીધું છે.

   ગુજરાત કોંગ્રેસ અનામતની જે આગને હવા આપી રહી છે, આગામી સમયમાં મોદી સરકાર માટે મોટી મુસિબત બની શકો છે. કારણ કે અનામતને લઈને રાજ્યની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર બંને ભીંસમાં છે. રૂપાણી સરકારે અનામત આંદોલનને શાંત પાડવા પાટીદારો સામે નમતું જોખ્યું. અને તેમની માંગણીઓ સ્વીકારી લીધી હતી. ત્યારે હવે સરકાર પર દબાણ લાવવા માટે બિન અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ પહેલા બિન અનામત વર્ગને અનામત આપવાનો ઇનકાર કરી ચૂક્યાં છે. તરફ પાટીદારોને અનામત આપવા મુદ્દે સરકાર અવઢવમા છે. તો તરફ અન્ય રાજ્યો જેવા કો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત, રાજસ્થાનમાં ગુર્જર આંદોલન અને હરિયાણામાં જાટ અનામત. અનામતની યાદી આટલેથી અટકતી નથી. મોદી સરકારે  OBC અનામત પ્રથામાં ફેર વિચારણા માટે નવા પંચની રચના પણ કરી છે, જે અંતર્ગત OBC અનામતમાં અન્ય વર્ગોને અનામત આપી શકાય કો કોમ? તેની ફેર વિચારણા કરવામાં આવી રહી છે.  

અનામતને લઈને પહેલા રાજ્ય અને કેન્દ્ર સામે અનેક અડિંગા છે, હવે કોંગ્રેસ બિન અનામત આંદોલનનો રાગ આલાપીને રાજ્ય અને કેન્દ્ર સરકારને વધુ એક મોર્ચે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. બિન અનામતો માટે અનામતની લોલીપોપ દ્વારા કોંગ્રેસ સમાજના વર્ગોને આકર્ષિત કરવામાં માગે છે કે જે ખરેખરમાં OBC અને અન્યોની અનામતના વિરોધી છે. જો કોંગ્રેસ તેના દાવમાં સફળ રહી તો અનામત સામે અનામતનો જંગ કોંગ્રેસને ગુજરાત વાયા દિલ્હી જવામાં મદદરૂપ બની શકો છે.

(10:52 pm IST)