Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પર્યાવરણ જાળવી રાખવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે

વન ઉત્સવ યોજાઈ રહ્યા છે

અમદાવાદ,તા.૧૯ : રાજ્યમાં પર્યાવરણ શુદ્ધ રાખવાના હેતુથી વન વિકાસ માટે કટિબદ્ધ છે, તેમ વન રાજ્ય મંત્રી રમણભાઈ પાટકરે જણાવ્યું છે. ગાંધીનગર વિધાનસભા ખાતે આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ઉધનાના ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ, કરંજના ધારાસભ્ય પ્રવિણભાઈ ધોધારી દ્વારા શક્તિવન મહોત્સવ સંદર્ભે પૂછવામાં આવેલા લેખિત પ્રશ્નો પ્રત્યુત્તર આપતાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યનો ૬૫મો વન મહોત્સવ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ વન મહોત્સવમાં ખાટી આંબલી, ચંદન, ગુગળ, શીશુ, લીમડા, કદમ, અશોક, ફાણસ, કરંજ, કણઝી પીપળ, વડ, પીપળો, ક્રિષ્ના, સપ્તપર્ણી, પેલ્ટો ગરમાળો, રાવણા, અરીઠા, આંબા, અર્જુનસાદડ, ઉમરો, રાયણ, પાગવડ, રૂદ્રાશ, બહુનિયા, રૂખડો, કુસમ અને પામ જગેરે જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યા હતા. આ શક્તિવન મહોત્સવ પાછળ તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ ૫૮૧.૧૧ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ વન રાજ્ય મંત્રી પાટકરે વધુમાં ઉમેર્યું હતું.

(9:54 pm IST)