Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ટેકનિકલ શિક્ષણમાં ૧૨૧ સંસ્થાને ફી વધારો અપાયો

સ્વનિર્ભર ૫૭૪ પૈકી ૧૨૧ કોલેજોમાં ૩૯૦૦૦ સુધીનો ફી વધારો જાહેર કરવામાં આવી ચુક્યો છે : શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં માહિતી આપી

અમદાવાદ,તા.૧૯ : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ટેકનીકલ શિક્ષણ અભ્યાસક્રમોમાં સરકારી તેમજ અનુદાનિત સંસ્થાઓમાં ફી વધારો કરવામાં આવ્યો નથી જ્યારે સ્વનિર્ભર ૫૭૪ કોલેજોમાંથી ૧૨૧ સંસ્થાઓમાં રાજ્ય સરકારે વ્યાજબીપણું ચકાસી ફી વધારો આપવામાં આવેલ છે. ટેકનિકલ શિક્ષણ અભ્યાસક્રમોમાં ફી વધારા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સ્વનિર્ભર ૫૭૪ કોલેજોમાંથી ૧૨૧ કોલેજોમાં ૫૦૦ થી લઈ ૩૯,૦૦૦ સુધીનો ફી થી વધુ ફી લેનાર સંસ્થાઓના કિસ્સામાં સંસ્થાની માન્યતા રદ થાય તેવી જોગવાઈ છે. શિક્ષણ મંત્રીએ ફી વધારા બાબતે સ્વનિર્ભર સંસ્થાના અગાઉના ઓડિટ એકાઉન્ટ, ફુગાવાનો દર, અધ્યાપકો અને કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો તેમજ શૈક્ષણિક સવલતોના વિકાસ અને જાળવણીના ખર્ચને ધ્યાનમાં રાખી આપવામાં આવે છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા અભ્યાસક્રમમાં તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી ભરવા આર્થિક સહાય મળે તે હેતુથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના દ્વારા સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ ૧૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમાંથી ૩૦૦ કરોડની સહાય જરૃરતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને કરવામાં આવી છે. દરમિયાન ગુજરાત રાજ્યમાં સરકારના સહકારથી ક્ષેત્રીય વનીકરણનો વધુ ને વધુ વિસ્તાર થઈ રહ્યો છે, તેમાં પણ છેલ્લ બે વર્ષમાં તાપી, વલસાડ, ગાંધીનગર અને ભાવનગરમાં પ્રગતિ જોવા મળી રહી છે. વિધાનસભા ગૃહમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ તથા નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના પ્રશ્નના જવાબમાં વન મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ૨૬૭૨.૫૭ લાખના ખર્ચે ૬૩૨૪.૨૭ હેકટર વિસ્તારમાં ક્ષેત્રીય વનીકરણ કરવામાં આવ્યું છે. મંત્રી વસાવાએ જણઆવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તાપી જિલ્લામાં ૪૩૨૨.૫૯ હેક્ટર, શિહોર તાલુકામાં ૩૧૦.૬૮ હેકટર, ગાંધીનગર જિલ્લામાં ૧૮૪ હેકટર તથા ધરમપુર તાલુકામાં ૧૫૧૭ હેકટર જમીનનો સમાવેશ થાય છે.

(8:32 pm IST)