Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ફી નિયમન મુદ્દે અમદાવાદની IDP સ્‍કૂલમાં વાલીઓ દ્વારા હોબાળોઃ વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. પરંતુ હજુ કેટલીક શાળાઓ ફી નહીં ઘટાડતી હોવાની ફરિયાદો આવતી હોય છે. ત્‍યારે અમદાવાદની વધુ અેક શાળાની મનમાની સામે આવી છે.

ઘાટલોડિયાની IDP સ્કૂલમાં ફી મુદ્દે હોબાળો મચ્યો છે. સ્કૂલ દ્વારા નિયમ પ્રમાણે ફી નહીં ભરનાર વિધાર્થીઓને માનસિક ટોર્ચર કરવામાં આવતા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સ્કૂલના નિયમ પ્રમાણે ફી નહીં ભરનાર અને ફી ભરનાર વિધાર્થીઓને અલગ અલગ બેસાડાતા હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે. વાલીઓએ પોલીસ સ્ટેશન તેમજ ડીઇઓને સ્કૂલ દ્વારા થતી હેરાનગતિ અંગે પત્ર લખ્યો હોવા છતાં સ્કૂલની માનમાની યથાવત રહેતા વાલીઓ નારાજ થયા છે. સ્કુલ સંચાલકો ફી ઘટાડવા તૈયાર નથી. વાલોઓની મીટીંગમાં શાળા સંચાલકો ફી નહીં ઘટાડવા અડગ રહ્યા.

(7:12 pm IST)