Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

નવસારીના ચીખલી ગામને દત્તક લીધા બાદ કાવેરી નદીના શુદ્ધીકરણની વાત માત્ર દિવાસ્વપ્ન સમાન સાબિત થઇ

નવસારીઃ સાંસદ સી.આર. પાટીલે ચીખલી ગામને દત્તક લઇને કાવેરી નદીના શુદ્ધીકરણની વાત કર્યા બાદ રીવરફ્રન્ટ બનાવવાના સપના બતાવ્યા હતાં. પરંતુ હજુ સુધી કોઇ કામગીરી ન થતા લોકરોષ ફેલાઇ ગયો છે.

સમય વિતતા રિવરફ્રન્ટની વાત તો દૂર પણ કાવેરી નદી પાછી દુષિત થઈ ગઈ. ગ્રામ પંચાયત કે નવસારીના સાંસદે ધ્યાન ન આપતા કાવેરી ફરી દુષિત બની છે. ત્યારે કાવેરીની સફાઈ માટે ચીખલીની જ સ્થાનીક સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે સાંસદ અને ધારાસભ્યોએ બનતા પ્રયાસો કરાવની હૈયાધારણ આપી હતી. નદી સફાઇનો પ્રારંભ કરીને સંસ્થાઓ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડસ્ટબીનનું વિતરણ કર્યું હતું.

 

(6:46 pm IST)