Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પંચમહાલના ગોધરાની શાકમાર્કેટની દુકાનોનું પ૦ લાખ જેટલું વાર્ષિક ભાડુ ન ભરવામાં આવતા પાલિકા તંત્રઅે સીલ મારી દીધુ

ગોધરાઃ શાક માર્કેટની દુકાનોનું રૂપિયા પ૦ લાખ જેટલું વાર્ષિક ભાડુ ભરવામાં ન આવતા પાલિકા તંત્રઅે કાર્યવાહી કરીને દુકાનોને સીલ મારી દેતા દોડધામ મચી ગઇ છે.

શાકમાર્કેટમાં રહેલી દુકાનોનું વાર્ષિક ભાડું ના ભરવામાં આવતા સીલ મારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શાકમાર્કેટનું રૂ. 50 લાખથી પણ વધુ ભાડું નગરપાલિકાને ના ચૂકવાતા કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, નગર પાલિકાની આ કાર્યવાહીથી શાકમાર્કેટના વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.  

(6:45 pm IST)