Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પિયજના બોરકૂવા પરથી એલસીબીની ટીમે 16 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:જિલ્લામાં હાલ પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કલોલ તાલુકાના પિયજ ગામમાં આવેલા બોરકુવાની ઓરડીમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરના ટીન મળી કુલ ૧૯.૫૭ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. આ વિદેશી દારૂનો જથ્થો પ્રતાપજી ગણેશજી મારવાડીનો હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સાથે અડાલજ અને ચિલોડા પોલીસ દ્વારા પણ વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે.   
ગાંધીનગર જિલ્લામાં હાલ છેલ્લા અઠવાડીયાથી પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને દેશી વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી કરતાં લોકોને પકડવામાં આવી રહયા છે. ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ટી.આર.ભટ્ટે સ્ટાફના માણસોને સતત એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી વિદેશી દારૂ હેરાફેરી કરતાં શખ્સોને પકડવા તાકીદ કરી હતી. જે અંતર્ગત એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો.મનુજી અને દીલીપસિંહને બાતમી મળી હતી કે કલોલ તાલુકાના પીયજ ગામની સીમમાં આવેલા વિક્રમજી ગણેશજી ઠાકોરના બોરકુવા ઉપર વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે.

(6:44 pm IST)