Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વાપીની હોસ્પિટલમાં સંચાલકની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો: દર્દીને એક્સપાયરી ડેટની દવા પધરાવી દેતા ફરિયાદ

વાપી:માં આવેલી હોસ્પિટલના કેમ્પસમાં કાર્યવાહી મેડીકલ સ્ટોરના સંચાલકની અક્ષમ્ય બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો છે. મેડીકલ સ્ટોરમાંથી આપવામાં આવેલી દવા એક્સપાયરી ડેટની નીકળી હતી.

વાપી શહેરમાં આવેલા કેટલાક મેડીકલ સ્ટોરના સંચાલકો નાણાં કમાવવા એક્સપાયરી ડેટની પણ દવા પકડાવી દેતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ગુંજન વિસ્તારમાં આવેલી હરિયા હોસ્પિટલના કેમ્પસમાં રાજવી મેડીકલ સ્ટોર છે.

હોસ્પિટલમાં દાખલ એક દર્દી માટે તબીબે દવા માટે પ્રિસ્કીપશન લખી આપતા પરિવારના સભ્ય મેડિકલ સ્ટોરમાં જઈ દવા લીધી હતી. મેડિકલ સ્ટોરના સંચાલકે ઓગ્સ્ટ-૨૦૧૭ ની એક્સપાયરી ડેટ વાળી દવા પધરાવી દીધી હતી. દવાની સ્ટ્રીપ પર સ્પષ્ટ ઉલ્લેખ પણ કરાયો હોવા છતાં બીલમાં ઓક્ટોબર- ૨૦૧૮ દર્શાવવામાં આવ્યું હતું.

મેડીકલ સ્ટોરના સંચાલકની આ પ્રકારની હરકતને દર્દીના સગાએ પકડી પાડી હતી. અગાઉ પણ આજ પ્રકારની હરકત કરાઈ હોવાથી દર્દીના સગાએ મેડીકલ સ્ટોરના સંચાલકની ગંભીર બેદરકારી અંગે વલસાડ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રાવ કરી છે. ત્યારે તંત્ર આ ગંભીર મામલે કેવા પગલા ભરે તે જોવુ રહ્યુ.

(6:43 pm IST)