Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વલસાડમાં ફરવા ગયેલી યુવતીને યુવાને બીભત્સ ગાળો ભાંડી માર મારતા ફરિયાદ

વલસાડ:ના તિથલ દરિયા કિનારે ગઈકાલે સાંજે ફરવા ગયેલી યુવતિને યુવાને 'તુ બીજા છોકરાઓ જોડે કેમ બોલે છે?' તેમ કહી બિભત્સ ગાળો આપી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વલસાડમાં રહેતી કામિની (નામ બદલ્યું છે) (ઉં.વ.૨૨) ગઈકાલે સાંજે ઘરે તિથલ દરિયા કિનારે ફરવા ગઈ હતી.

દરમિયાન સાંઈબાબા મંદિર નજીક ઉભી હતી. તે વેળા યુવાન આશુતોષ જયેશભાઈ પટેલ (રહે. એસ.ટી. વર્કશોપ, કોલોની ધરમપુર રોડ, વલસાડ) કામિનીને 'તુ બીજા છોકરા સાથે કેમ બોલે છે?' તેમ કહી ઢીક મુક્કીનો માર મારી બિભત્સ ગાળો આપી હતી. ઉપરાંત તુ મારી સાથે ચીટીંગ કરે છે, હું તારી લાઈફ બરબાદ કરી નાંખીશ, તને જીવવા નહીં દઉં અને તેને જાનથી મારી નાંખી તારા ફોટા ઈન્ટરનેટ પર મૂકી દઈશ એવી ધમકી આપી હતી.

કામિનીએ બૂમાબૂમ કરતા આશુતોષ ભાગી ગયો હતો. કામિનીએ ફોનથી તેના ભાઈને ઘટના સ્થળો બોલાવી દીધો હતો. આ બનાવ અંગે કામિનીએ વલસાડ સીટી પોલીસમાં યુવાન વિરૂધ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

(6:42 pm IST)