Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોડાસામાં મનપાએ ટેક્ષ ન ભરતા 8 બાકીદારોના નળ જોડાણ કાપ્યા

મોડાસા: નગરપાલિકા દ્વારા મિલક્ત ધારકો પાસેથી વસુલાતો વેરો વર્ષ આખરે અંકે કરવા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.કુલ મળી રૂ.૬.૬૬ કરોડની વસૂલાત માટે જુદી-જુદી ૧૨ ટીમો કામે લગાવાઈ છે.ત્યારે છેલ્લા ૩ વર્ષથી ટેક્ષ નહી ભરતા ૮ રીઢા બાકીદારો ના નળ જોડાણ કાપી નાખવામાં આવતાં અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
અરવલ્લી જિલ્લાનું વડુમથક મોડાસા નગર આશર ૧૪.૨ ચોરસ કીમી ક્ષેત્રફળ વિસ્તારમાં વિકસેલું છે.નગર હદ વિસ્તારમાં આ આવેલ ૧૬૩૫૭ રહેણાંક,૪૩૨૦ વાણિજય,૩૧૯૦ ખુલ્લા પ્લોટ અને ૧૪૧ સરકારી બીલ્ડીંગો સહિતની ૨૪ હજારથી વધુની મિલક્તો ઉપર નગરપાલિકા દ્વારા વાર્ષિક દરે મિલક્ત વેરો વસુલાય છે.નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮ની ૩૧ મી માર્ચ સુધીમાં વસુલવા પાત્ર રૂપિયા ૬,૬૬,૧૮૮૫૦ નો ટેક્ષ અંકે કરવા મિલક્ત ધારકોને સમય મુદ્દતે માગણા બીલ પહોંચાડયા પછી વેરાની વસુલાત કરવા કામગીરી હાથ ધરાઈ હતી.પાછલા વર્ષો નો બાકી મિલક્ત વેરો રૂપિયા ૨.૭૫ કરોડ સહિત વર્ષ ૨૦૧૭-૧૮ નો વેરા પેટેના રૂ. ૩.૯૦ કરોડ વસુલવા નગરપાલિકાના ટેક્ષ સુપ્રીટેન્ડેન્ટ કુંજન પટેલ ની રાહબરી હેઠળ ૧૨ ટીમો બનાવી વસુલાત માટેની સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે.

(6:38 pm IST)