Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોડાસા બાયપાસ હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે રાહદારીનું મોત

મોડાસાના બાયપાસ માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારી સર્જેલા અકસ્માતમાં રાહદારી યુવકનું મોત નીપજયું હતું.
મોડાસા નગરના સર્વોદયનગર વિસ્તારમાં રહેતો બબલુભાઈ સલાટ ગત શનીવારની રાત્રે બાયપાસ માર્ગેથી પસાર થઈ રહયો હતો.ત્યારે પુરઝડપે હંકારાઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે આ યુવકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.વાહનની જોરદાર ટક્કરથી માર્ગ ઉપર ફંગોળાયેલા યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.જયારે વાહન ચાલક અકસ્માત સર્જી ભાગી છુટયો હતો.
સર્વોદયનગર ના જ યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતાં વિસ્તારમાં શોકનીલાગણી છવાઈ હતી.જયારે અર્જુનભાઈ રત્નાભાઈ સલાટ રહે.સર્વોદયનગર ની ફરીયાદ બાદ ટાઉન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:37 pm IST)