Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અમદાવાદમાં ઓનલાઇન નંબર બદલાવી ગઠિયાએ પૈસા પડાવી લીધા

અમદાવાદ:અાધુનિક યુગમાં ઇન્ટરનેટ અને ઇ-મેઇલ તેમજ અોનલાઈન ટ્રાન્ઝેક્શનનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે, તેની સાથે-સાથે તેને લગતા ગુનામાં પણ વધારો થઈ રહ્યો છે. અોનલાઈન ફ્રોડ અને એટીએમના ‌પિન નંબર માગીને થતી છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.

બેન્ક અને સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં અાવે છે કે બેન્ક ક્યારેય એટીએમનો ‌િપન નંબર માગતી નથી છતાં પણ ભણેલા-ગણેલા લોકો પણ અાવા સાયબર ક્રાઈમ કરતા લોકોની જાળમાં ફસાઈ જતા હોય છે. ક્યારેક બેન્કની પણ બેદરકારીના કારણે લોકો ભોગ બનતા હોય છે. અાવું જ કંઈક સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે બન્યું છે.

સેટેલાઈટ વિસ્તારમાં અાવેલા સિલ્વરલીફ ફ્લેટમાં રહેતાં કિશોરીબહેન શાહનું ગુલબાઈ ટેકરા ખાતે અાવેલી સેન્ટ્રલ બેન્ક અોફ ઇન્ડિયામાં જોઈન્ટ સેવિંગ્સ એકાઉન્ટ અાવેલું છે. ૧૫ નવેમ્બર, ૨૦૧૭ના રોજ બેન્કના લેન્ડ લાઈન નંબર ઉપર રશેન્દુ શાહ નામથી ફોન અાવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિઅે મોબાઈલ નંબર બદલવા માટે જણાવ્યું હતું.

(6:36 pm IST)