Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અમદાવાદમાં પૂરપાટ ઝડપે આવતી બસ હડફેટે બાઇકચાલક સુલભ પટેલનું મોત

અમદાવાદઃ અમદાવાદમાં આજે સવારે ખાનગી કંપનીની સ્‍ટાફ બસે બાઇક ચાલકને હડફેટે લેતા તેનું ઘટનાસ્‍થળે મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આજે વહેલી સવારે એક બસે બાઈકસવારને અડફેટે લેતા બાઈક ચલાવી રહેલા યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર,બાઈકચાલકની ઓળખ સુલભ પટેલ તરીકે થઈ છે, જે બાઈક પર કોલેજ જઈ રહ્યો હતો. આરસી ટેકનિકલ પાસે એક કંપનીની સ્ટાફ બસે ટક્કર મારતા સુલભ ફંગોળાયો હતો, અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ એકઠા થઈને રસ્તો બંધ કરી દીધો હતો. અકસ્માત કર્યા બાદ બસચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. જોકે, તેણે પોલીસ સામે સરેન્ડર કરતા તેની અટકાયત કરવામાં આવી હતી.

(5:57 pm IST)