Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બુધ અને ગુરૂવારે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ગઇકાલ સવારથી હવામાનમાં પલ્ટા સાથે વાદળા છવાઇ ગયા હતાં. ત્‍યારબાદ કોઇ-કોઇ જગ્યાઅે હળવા છાંટા પણ વરસ્યા હતાં. ત્‍યારે હવામાન વિભાગે તા.૨૧ અને ૨૨ના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અનેક સ્થળે વાદળ છવાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં પણ વહેલી સવારે છાંટા પડ્યા હતા. તો બીજી તરફ એસ.જી. હાઈવે, પૂર્વ અમદાવાદ, એલિસબ્રિજ સહિત ઘણાં વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા. ઉપરાંત રાજ્યના ગાંધીનગરના માણસા, પાટણ સહિતના શહેરોમાં હળવા છાંટા પડ્યા હતા. આમ મોડી રાત્રે વરસાદ પડતા સમગ્ર વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

તો તરફ આણંદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં હળવો વરસાદ થતાં ખેડૂતો પાકને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યાં છે. અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

તો બીજી તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વડગામ ,પાલનપુર પંથકમાં રાત્રે વરસાદી છાંટા જોવા મળ્યાં. જેથી રાજગરો, વરીયાળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.

ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 21 અને 22 માર્ચે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે હાલ તો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી છાંટાના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

દિલ્લીમાં માર્ચ મહિનાનો પહેલો પહેલો વરસાદ પડવાના અણસાર વધી ગયા છે. હવામાન વિભાગે પહેલીવાર માર્ચમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઇએમડીના જણાવ્યા અનુસાર 21 અને 22 માર્ચના રોજ દિલ્લીમાં વરસાદ પડી શકે છે. સાંજના સમયે વરસાદ સાથે આંધીના પણ અણસાર છે. માર્ચમાં દિલ્લીમાં 15.9 એમમેમ વરસાદ સામાન્ય ગણવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી મહિનો કોરો રહ્યો છે.

અઠવાડિયે હવામાન બદલાશે અને ગરમી બેકફૂટ પર રહેશે. તાપમાન 31 થી 33 ડિગ્રી વચ્ચે રહેશે. રવિવારે દિલ્લીનું તાપમાન 32 ડિગ્રી રહ્યું. જે સામાન્યથી એક ડિગ્રી ઓછું છે. તો બીજી તરફ ન્યૂનતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો. રાત્રે લોકોએ સામાન્ય ઠંડીનો અહેસાસ કર્યો હતો. આમ ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું રહ્યું. ત્યારે આગામી બે દિવસ આકાશ સ્વચ્છ રહેવાના લીધે તડકો વધુ રહેશે. સોમવારે તાપમાન 34 અને 15 ડિગ્રી રહેશે તેવું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 માર્ચની

સાંજે અને 22 માર્ચની સવારે વરસાદની સંભાવના છે. જો કે વધુ વરસાદ પડશે નહી.

(5:53 pm IST)