Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કલસમેટ સ્‍પેલ બી સિઝન- ૧૦ની સીટી ચેમ્‍પિયન બનતી અંકુશી મોદી

અમદાવાદઃ ભારતની સૌથી મોટી સ્‍પેલિંગ કોમ્‍પિટિશન કલાસમેટ સ્‍પેલ બી સિઝન ૧૦ની ઓનલાઈન સેમિફાઈનલ રાજકોટ શહેરમાં યોજાઈ હતી. કલાસમેટ અને રેડિયો મિર્ચી ૯૮.૩ એફએમે ત્રણ મહિના પહેલાં કલાસમે઼ટ સ્‍પેલ બીની ૧૦મી સિઝન લોન્‍ચ કરી હતી. આઈટીસી દ્વારા સંચાલિત ભારતની પ્રથમ ક્રમની નોટબુક બ્રાન્‍ડ કલાસમેટનું માનવુ છે કે દરેક બાળક વિશિષ્‍ટ છે. આ માન્‍યતાથી પ્રેરણા લઈને આ વર્ષની થીમ એવરી ચાઈલ્‍ડ ઈઝ યુનિક એન્‍ડ સો ઈઝ એવરી વર્ડ રાખવામાં આવી હતી. જેમાં કણસાગરા કોલેજની અંકુશી અજયભાઈ મોદી ચેમ્‍પિયન બની હતી.

અમદાવાદ ૩૦ શહેરો પૈકીનું એક છે કે જયાં સેમી ફાઈનલ યોજાઈ હતી. પ્રારંભિક તબકકામાં અમદાવાદની ૩૦ શાળાઓમાં ઓન- ગ્રાઉન્‍ડ એકસરસાઈઝ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને સ્‍પેલિંગ ટેસ્‍ટ અપાયા હતા. પ્રત્‍યેક શાળાના ટોચના ૧૫ સ્‍કોરર્સે સિટિ ફાઈનલ્‍સ રાઉન્‍ડમાં સ્‍પર્ધા કરી હતી. સિટી ફાઈનલ્‍સના ટોચના પર્ફોમર્સ સ્‍પર્ધાના સેમી ફાઈનલ સ્‍ટેજમાં સ્‍પર્ધા કરી હતી. સ્‍પર્ધાની નેશનલ ફાઈનલ્‍સમાં ટોચના ૧૬ સ્‍પર્ધકો એકબીજા સાથે સ્‍પર્ધા કરશે અને તેનું જીંવત પ્રસારણ ડિસ્‍કવરી ચેનલ, ડિસ્‍કવરી કિડ્‍સ અને ડિસ્‍કવરી તમિલ ઉપર કરવામાં આવશે.

 

(5:04 pm IST)